PDC DENTAL CLINIC · PATIENT CARE GUIDE

Wisdom Tooth Removal Aftercare

અક્કલ દાઢ કઢાવ્યા પછીની સંભાળ

ENGLISH GUIDE

Help your mouth heal comfortably

Follow these aftercare steps after wisdom tooth removal. Protect the wound, take medicines exactly as prescribed, and attend your follow-up visits.

ગુજરાતી માર્ગદર્શન

ઘા સારી રીતે રૂઝાય તે માટે

અક્કલ દાઢ કઢાવ્યા પછીની આ સૂચનાઓનું પાલન કરો. ઘાને સુરક્ષિત રાખો, ડૉક્ટરે લખેલી દવાઓ જણાવ્યા મુજબ લો અને તપાસ માટે ક્લિનિકમાં આવો.

English

Aftercare instructions

DAY 1–2 Protect the wound

  • Gauze: Bite firmly on the gauze for 30–45 minutes, then remove it. After removing it, have vanilla ice cream or cold milk.
  • Do not rinse: No gargling, rinsing, spitting, or straws for the first 2 days. This protects the blood clot that helps the wound heal.
  • Ice pack: Hold it on your cheek for 10 minutes, then remove it for 10 minutes. Repeat often during the first 2 days.
  • Food: Choose soft, cold or lukewarm food such as curd, ice cream, milkshake (without a straw), khichdi, or dal. Chew on the other side.
  • Avoid: Hot food and drinks, and hard foods such as biscuits or wafers for the first 2 days.
  • Rest & medicines: Sleep with your head raised on an extra pillow. Take medicines exactly as prescribed.
  • Brushing: Brush your other teeth gently and stay away from the wound.
  • First check-up: Visit the clinic 48 hours (2 days) after surgery.
Usually normal: Swelling may increase over 48–72 hours. Mild pain, a little blood in saliva, and difficulty opening your mouth wide can also occur.

DAY 3–6 Healing starts

  • Salt-water rinses: Mix ½ teaspoon of salt in a glass of warm water. Rinse gently 3–4 times a day, especially after meals. Do not swish hard.
  • Swelling: It is often at its peak around day 3, then begins to reduce. Use a warm compress instead of ice if advised by your dentist.
  • Food & brushing: Slowly return to normal food. Avoid hard, crunchy, and very spicy food. Brush gently near the wound.
  • Jaw: Gently open and close your mouth a few times a day to ease stiffness.
  • Still avoid: Smoking, gutkha, tobacco, alcohol, and heavy exercise.
Usually normal: Some cheek bruising and a stiff jaw that improves each day.

DAY 7–8 Stitch removal visit

  • Visit the clinic on day 7 or 8 to have your stitches removed and the area checked.
  • Finish prescribed medicines as directed by your dentist.
  • You can usually return gradually to normal food and routine.
  • The gap takes a few weeks to fill completely. Keep the area clean as advised by your dentist.

ગુજરાતી

સંભાળ માટેની સૂચનાઓ

દિવસ ૧–૨ ઘાની સુરક્ષા કરો

  • ગોઝ: ગોઝને ૩૦–૪૫ મિનિટ સુધી મજબૂતીથી દબાવી રાખો, પછી કાઢી નાખો. ત્યારબાદ વેનીલા આઈસ્ક્રીમ અથવા ઠંડું દૂધ લો.
  • કોગળા ન કરો: પહેલા ૨ દિવસ ગાર્ગલ, કોગળા કે થૂંકવું નહીં. સ્ટ્રો પણ વાપરશો નહીં. આ ઘા રૂઝાવવામાં મદદ કરતો લોહીનો ગઠ્ઠો જાળવે છે.
  • બરફનો શેક: ગાલ પર ૧૦ મિનિટ બરફ રાખો અને પછી ૧૦ મિનિટ કાઢી લો. પહેલા ૨ દિવસ વારંવાર કરો.
  • ખોરાક: દહીં, આઈસ્ક્રીમ, મિલ્કશેક (સ્ટ્રો વગર), ખીચડી કે દાળ જેવો નરમ, ઠંડો અથવા હુંફાળો ખોરાક લો. બીજી બાજુથી ચાવો.
  • ટાળો: પહેલા ૨ દિવસ ગરમ ખોરાક-પીણાં તથા બિસ્કિટ કે વેફર જેવા કડક ખોરાક ટાળો.
  • આરામ અને દવાઓ: માથા નીચે વધારાનું ઓશીકું રાખીને સૂવો. દવાઓ ડૉક્ટરે લખ્યા મુજબ લો.
  • બ્રશ: બાકીના દાંત ધીમેથી સાફ કરો અને ઘાની જગ્યાથી દૂર રહો.
  • પહેલું ચેક-અપ: સર્જરીના ૪૮ કલાક (૨ દિવસ) પછી ક્લિનિકમાં તપાસ કરાવો.
સામાન્ય રીતે થઈ શકે: પહેલા ૪૮–૭૨ કલાકમાં સોજો વધી શકે છે. હળવો દુખાવો, થૂંકમાં થોડું લોહી અને મોઢું પૂરું ખોલવામાં તકલીફ પણ થઈ શકે છે.

દિવસ ૩–૬ રૂઝ આવવાની શરૂઆત

  • મીઠાના પાણીના કોગળા: એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી મીઠું નાખો. ખાસ કરીને જમ્યા પછી, દિવસમાં ૩–૪ વાર હળવેથી કોગળા કરો. જોરથી ન કરો.
  • સોજો: સામાન્ય રીતે ત્રીજા દિવસે સોજો સૌથી વધુ હોય છે અને પછી ઓછો થવા લાગે છે. ડૉક્ટરની સલાહ મુજબ ગરમ શેક કરો.
  • ખોરાક અને બ્રશ: ધીમે ધીમે સામાન્ય ખોરાક શરૂ કરો. કડક, કરકરો અને બહુ તીખો ખોરાક ટાળો. ઘા પાસે હળવેથી બ્રશ કરો.
  • જડબું: જડબાની જકડ ઓછી કરવા દિવસમાં થોડી વાર ધીમેથી મોઢું ખોલો અને બંધ કરો.
  • હજુ ટાળો: ધૂમ્રપાન, ગુટખા, તમાકુ, દારૂ અને ભારે કસરત.
સામાન્ય રીતે થઈ શકે: ગાલ પર થોડો ઉઝરડો અને જડબામાં જકડ, જે દરરોજ ધીમે ધીમે ઓછી થવી જોઈએ.

દિવસ ૭–૮ ટાંકા કાઢાવવા આવો

  • ટાંકા કાઢવા અને ઘાની જગ્યા તપાસાવવા ૭મા કે ૮મા દિવસે ક્લિનિકમાં આવો.
  • દાંતના ડૉક્ટરની સૂચના મુજબ દવાઓ લો.
  • સામાન્ય રીતે તમે ધીમે ધીમે રોજિંદો ખોરાક અને દિનચર્યા ફરી શરૂ કરી શકો છો.
  • ખાડો પૂરો ભરાતાં થોડા અઠવાડિયા લાગે છે. ડૉક્ટરની સૂચના મુજબ જગ્યા સાફ રાખો.

Call the clinic right away if / તરત જ સંપર્ક કરો જો

  • Bleeding does not stop after pressing fresh gauze for 30 minutes.
  • Pain gets worse after day 3 instead of improving.
  • You have fever, pus, or a persistent bad taste or smell.
  • Lip or tongue numbness lasts beyond the next day.
  • You have difficulty swallowing or breathing.
  • નવું ગોઝ ૩૦ મિનિટ દબાવી રાખ્યા પછી પણ લોહી બંધ ન થાય.
  • ત્રીજા દિવસ પછી દુખાવો ઓછો થવાને બદલે વધે.
  • તાવ, પરુ અથવા મોઢામાં ખરાબ સ્વાદ કે વાસ ચાલુ રહે.
  • હોઠ કે જીભની ખાલી ચડેલી અસર બીજા દિવસ પછી પણ રહે.
  • ગળવામાં કે શ્વાસ લેવામાં તકલીફ થાય.

If you have trouble breathing or swallowing, seek emergency medical care immediately.

PDC DENTAL CLINIC

Need help with your recovery?

Contact the clinic for advice or to arrange your follow-up visit.

સલાહ અથવા ફોલો-અપ તપાસ માટે ક્લિનિકનો સંપર્ક કરો.

77779 10029